ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (11:18 IST)

કોવિડ 19ની સારવાર માટે ઝાયડસ કેડિલાએ બજારમાં લોન્ચ કર્યું સૌથી સસ્તું રેમડેસિવિર ઇંજેક્શન, જાણો કિંમત

ઝાયડસ કેડિલાએ આજે ભારતીય બજારમાં રેમડેક બ્રાંડના નામે રેમડેસિવિર ઇંજેક્શન લોન્ચ કર્યું છે. કંપનીએ કહ્યું કે આ લાયોફ્રિલાઇઝ્ડ ઇંજેકશનની 100 મિલિગ્રામની કિંમત 2800 રૂપિયા રાખવામાં આવી છે. રેમડેસિવિર કોરોના વાયરસની સારવામાં સૌથી વધુ વધુ ઉપયોગ થનાર દવા છે. કંપનીએ દાવો કર્યો છે કે તેની બ્રાંડ ભારતની સૌથી સસ્તી રેમડેસિવિર બ્રાંડ છે. 
 
કેડિલા હેલ્થ કેરના મેનિજિંગ ડાયરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે રેમડેક દવા પણ લોકોની પહોંચમાં છે. તેના દ્વારા લોકોને કોવિડ 19ની સારવાર સરળતા અને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાનો અમારો પ્રયત્ન રહેશે. રેમડેસિવિરના ઉત્પાદન અને વેચાણ માટે ઝાયડસએ જૂન 2020માં અમેરિકાની ગિલેડ સાયન્સિસ ઇંકની સાથે નોન એક્સક્લૂઝિવ કરાર કર્યો છે. આ દવાઓને અમેરિકન ઓથોરિટી યૂએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોરોનાના સારવાર માન્યતા મળી ગઇ છે. 
 
ઝાયડર કેડિલા ભારતમાં રેમડેસિવિરની જેનરિક આવૃતિ રજૂ કરનાર પાંચમી દવા કંપની છે. આ પહેલાં હીટરો લેબ્સ, સિપ્લા, માયલૈન અને જુબિલેન્ટ લાઇફ સાયન્સ રેમડેસિવિરની જેનરિક એડિશન બજારમાં ઉતારી ચૂકી છે. 
 
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર બુધવારે દેશમાં કોરોના વાયરસના 66,999 કેસ સામે આવ્યા, આ ભારતમાં કોઇ એક દિવસમાં સામે આવનાર સૌથી વધુ  કેસ છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા 23,96,637 ગઇ છે.