ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 મે 2018 (10:22 IST)

ગુજરાતના આણંદમાં રોડ અકસ્માતમાં 6 લોકોના મોત

ગુજરાતના આણંદ જીલ્લાના અદાસ ગામમાં એક કાર અને ડંપરની ટક્કરમાં બે મહિલાઓ અને એક  બાળક સહિત 6 લોકોનું મોત થઈ ગયુ. મરનારાઓમાં બધા પરસ્પર સંબંધી હતા. વલસાડ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યુ કે દુર્ઘટના રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 48 પર ત્યારે થઈ જ્યરે વિપરિત દિશાથી આવી રહેલ એક ટ્રકે કારને ટક્કર મારી દીધી. આ રાજમાર્ગ આણંદ અને વડોદરાને જોડે છે. 
 
અધિકારી જણાવ્યુ કે કારમાં સવાર લોકો આણંદ જીલ્લાના તારાપુરના ગણપતપુરામાં એક મંદિરમાં દર્શન કર્યા પછી ભરૂચ પરત ફરી રહ્યા હતા. મૃતકોની ઓળખ વિધિ પટેલ (30), જિમિત પટેલ(5), વિશાલી પટેલ (32), હીરલ પટેલ(35) અને નટવરભાઈ પટેલ અને તેમની પત્ની મુદુલાબેનના રૂપમાં આવી છે.