શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (08:57 IST)

આણંદ નજીક ભીષણ રોડ અકસ્માતમાં 6 લોકોના મોત, કોંગ્રેસ ધારાસભ્યના જમાઇની ધરપકડ

accident
ગુજરાતના આણંદ જિલ્લામાં ગુરુવારે સાંજે કાર અને ઓટો રિક્ષા અને બાઇકની અથડામણમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકોનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. મૃતકોમાં બે બહેનો અને તેમની માતા સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. આણંદના મદદનીશ પોલીસ અધિક્ષક અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે આણંદમાં સાંજે લગભગ 7 વાગ્યે કાર, બાઇક અને ઓટો રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. ઓટોમાં સવાર ચાર અને બાઇક પર સવાર બે લોકોનું રવિવારે મોત થયું હતું જ્યારે કાર ચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર, સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે રજીસ્ટ્રેશન નંબર જીજે-23-સીડી-4404વાળી કારે ઓટો રિક્ષા અને બાઇકને ટક્કર મારી હતી. જેમાં ઓટો પર સવાર ચાર લોકો અને બાઇક પર સવાર બે લોકોના મોત થયા હતા જ્યારે કાર ચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અંગે માહિતી આપતા આણંદના એએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે આ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.
 
પોલીસે જણાવ્યું કે પરિવારના સભ્યો રક્ષાબંધનની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આણંદના સોજીત્રા પાસે આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ASPએ કહ્યું કે આ સમગ્ર અકસ્માતમાં કાર ચાલકની બેદરકારી સામે આવી છે. આરોપી કાર ચાલક વિરુદ્ધ આઈપીસીની કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કાર કોંગ્રેસના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના જમાઈ કેતન પઢિયારના નામે છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાર માલિકની પૂછપરછ બાદ જ અકસ્માત અંગે વધુ વિગતો જાણી શકાશે.