શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (07:36 IST)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષા બંધન પર્વ અવસરે સમાજના વિવિધ વર્ગોની બહેનોએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી

bhupendra pate
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષા બંધન પર્વ અવસરે સમાજના વિવિધ વર્ગોની  બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
 
રક્ષા બંધનના પવિત્ર અવસરે સવારથી જ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલને રક્ષા બંધન કરવા અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનોનો વિશાળ સમૂહ આવી રહ્યો છે.
 
આ સૌ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમા ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.
 
મુખ્યમંત્રીએ સૌ બહેનોની શુભેચ્છાઓ હ્રદયપૂર્વક સ્વીકારી હતી.રાજ્યમંત્રી નિમિષા બહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી.