શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરત, , શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (16:37 IST)

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 6 વિદ્યાર્થીઓએ અપશબ્દો લખ્યાં, કામસુત્રની આખી વાર્તા લખી

1 ડિસેમ્બરઃ આજનું શિક્ષણ ક્યાં જઈને અટકશે? સુરતમાં વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષામાં B.Com અને B.A.ના 6 વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાની ઘટના બની છે.

B.A.ના એક વિદ્યાર્થીએ પ્રશ્નના જવાબમાં આખી કામસૂત્રની વાર્તા લખી નાખી હતી. જયારે B.Comના એક વિદ્યાર્થીએ પોતાના મિત્રની લવ સ્ટોરી નામ અને રોલ નંબર સાથે પેપરમાં લખી હતી. અન્ય ચાર વિદ્યાર્થીઓએ તો પ્રિન્સિપાલ અને પ્રોફેસરોના નામ સાથે પેપરમાં ગાળો લખી હતી. ત્યાર બાદ આ તમામ 6 વિદ્યાર્થીઓએ લેખિતમાં માંફી માંગી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારના બનાવથી અનેક સવાલો ઉભા થયાં છે. પરીક્ષાના પેપરમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરનારા 6 વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક આપવાની સાથે 500 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત યુનિવર્સિટીએ તાત્કાલિક નિયમમાં ફેરફારો કરીને આ પ્રકારની હરકત કરનાર વિદ્યાર્થી પોતે માનસિક રીતે સ્વસ્થ છે તેનું સર્ટિફિકેટ આપશે અને ત્યાર બાદ તેને પરીક્ષામાં બેસવા દેવાશે. આ યુનિવર્સિટીમાં અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી. હવે આ 6 વિદ્યાર્થીઓના કારસ્તાન બાદ યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જણાવાયું છે કે, ઉત્તરવહીમાં અભદ્ર ભાષા લખવી એ એવું દર્શાવે છે કે વિદ્યાર્થીનું માનસિક સંતુલન બરાબર નથી. જેથી હવે કોઈ વિદ્યાર્થી અભદ્ર ભાષા લખશે તો તેને રૂ.1000નો દંડ કરાશે અને મનોચિકિત્સક પાસેથી માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ પ્રિન્સિપાલને આપવાનું કહેશે. ત્યારબાદ જ તે આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે.