મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (12:50 IST)

અમદાવાદના 8 રેલવે સ્ટેશન પર વગર ટિકિટે મુસાફરી કરતા 7,460 લોકો ઝડપાયા

people were caught traveling without tickets
people were caught traveling without tickets
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં દ્વારા ચાલુ ઓક્ટોમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં 45થી વધુ ટિકિટ ચેકિંગ કર્મચારીઓ, મહિલા ટિકિટ ચેકિંગ સ્કવોડ સહિત આરપીએફ, જીઆરપીની મદદથી મણિનગર નડિયાદ, અસારવા, દહેગામ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ સેક્શન અને અમદાવાદ સ્ટેશન પર વિવિધ પ્રકારે ટિકિટ ચેકિંગ અભિયાન મોટા પાયે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 7460 કેસ નોંધાયા હતા અને 50.20 લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.

આ વર્ષે અમદાવાદ ડિવિઝનમાં એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2023 સુધીમાં ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ, બુક ન કરાવેલા માલના કુલ 1.86 લાખ કેસ દ્વારા 13.29 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં તમામ યાત્રીઓને આરામદાયક યાત્રા અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા અને રેલ ટ્રાફિકમાં અનધિકૃત વ્યક્તિઓને રોકવા અને મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના/અનિયમિત યાત્રીઓ પર નિયંત્રણ માટે સઘન ટિકિટ ચેકિંગ અભિયાન ઝુંબેશ સતત હાથ ધરવામાં આવે છે. તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ યોગ્ય રેલવે ટિકિટ પર જ યાત્રા કરે, આનાથી તમે રેલવેની પ્રગતિમાં યોગદાન આપીને સન્માનપૂર્વક યાત્રા કરી શકશો.