સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 11 ઑક્ટોબર 2023 (12:18 IST)

નવરાત્રીમાં 17થી 20 ઓકટોબર કરા સાથે તૂટી પડશે વરસાદ

gujrat garba
નવરાત્રીમાં કરા સાથે તૂટી પડશે વરસાદ- નવરાત્રીમાં વરસાદ બનશે વિઘ્ન, 17થી 20 ઓકટોબર કરા સાથે મેઘરાજા તૂટી પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. 
 
 અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે.  13-14-15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા છે.