1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (13:14 IST)

અમદાવાદમાં જાહેર રોડ ઉપર ગંદકી કરવા બદલ 42 જેટલી દુકાનો સીલ, 1 લાખનો દંડ

42 shops sealed for littering on public roads in Ahmedabad, fined 1 lakh
42 shops sealed for littering on public roads inAhmedabad 
 અમદાવાદમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેર રોડ ઉપર ગંદકી કરવા બદલ શહેરમાં કુલ 42 દુકાનોને સીલ કરવામાં આવી છે.

પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવ-ઈન રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન જાહેર રોડ ઉપર ગંદકી કરવા બદલ ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં આવેલી 31 દુકાનોને સીલ કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ઝોનમાં આઠ દુકાનોને સીલ કરાઈ છે.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી કરવા બદલ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા ડ્રાઈવ-ઈન રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં આવેલી વિવિધ દુકાનો દ્વારા ગંદકી કરવામાં આવતી હતી. અવારનવાર સુચના અને કોર્પોરેશન દ્વારા સફાઈ કરવામાં આવતી હોવા છતાં પણ ગંદકી કરવામાં આવતા આજે વિવિધ દુકાનોની બહાર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 65 દુકાનોને ચેક કરવામાં આવી હતી. જેમાંથી 45 દુકાનોને નોટિસ અપાઈ હતી. બહાર ગંદકી મળી આવતા 31 દુકાનોને સીલ કરાઈ છે.દક્ષિણ ઝોન વિસ્તારમાં પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મણિનગર, ખોખરા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આઠ જેટલી દુકાનોની બહાર ગંદકી જોવા મળી આવતા સીલ કરવામાં આવી હતી. 70થી વધુ જેટલી જગ્યાઓને ચેક કરી 15ને નોટિસ આપવામાં આવી હતી. 8 કિગ્રાથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂપિયા 1 લાખથી વધુનો દંડ વસુલયો છે. ઉપરાંત અન્ય વોર્ડમાં પણ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા લોકો વિરૂદ્ધ સીલ કરવાની કાર્યવાહી પણ ચાલું છે.