સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (10:32 IST)

Dahod Accident News : પાટીલઝોલ ગામ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 6 લોકોના મોત

auto accident
Dahod Accident News - દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર એક દર્દનાક અને કાળજુંકંપાવી દે તેવી મર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદમાં એક માર્ગ અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ 6 લોકોનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું
 
દાહોદના ગરબાડાના પાટીયા ઝોલ તળાવ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને રિક્ષા વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતમાં રીક્ષામાં સવાર 6 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ તમામ લોકો એક જ પરિવારના હતા. આ લોકો રાજકોટથી મજુરીએથી પરત ઘરે આવતા પાટીયાઝોલ ગામે આવી રહ્યા હતા, ત્યારે સવારના સાત વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં ૧ મહિલા, એક બાળક તેમજ ચાર પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં રીક્ષા ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેને પણ સારવાર અર્થે ખસેડાયો છે. તો તમામ મૃતદેહો પીએમ અર્થે ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.