1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 ઑક્ટોબર 2023 (19:37 IST)

નીતિન પટેલે રાજકારણની પદ્ધતિ જણાવી, હું એકલો જ આગળ આવું, મારો જ ફોટો પડેને બીજાને દેખાવા નહીં દેવાના

latest news
latest news
કડી શહેરમાં નાની કડી રોડ ઉપર આવેલ 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસ ખાતે રક્તદાન શિબિર કેમ્પ અને નીતિન પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જાહેરસભામાં આયોજકો દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જોઈ નીતિન પટેલે કહ્યું, 'અમારા રાજકારણમાં શું હોય છે કે હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે, બીજા કોઈને દેખાવા નહીં દેવાના' એવી પદ્ધતિ હોય, પરંતુ અહિં હું એકલો નહીં પણ બધાને આગળ કરો. પરંતુ અહીં મુકેશભાઈએ હું એકલો નહીં મારા કાર્યકરો, મારા સભ્યો, મારા બોલાયેલા બધા મહેમાનો, એક એક જણનું સ્વાગત કર્યું તે બદલ મુકેશભાઈને સ્ટેજ ઉપરથી અભિનંદન આપું છું.

મોટો માણસ ક્યારે થાય જ્યારે તેની પાછળ કામ કરનાર લોકો હોય, ટેકો આપનારા, મદદ કરનારા લોકો હોય. હું આ કક્ષાએ ત્યારે પહોંચ્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મદદ કરી, ત્યારે હું અહીંયા પહોંચ્યો છું. વધુમાં તેમણે જણાવ્યું કે, એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણા સરદાર યુવક મંડળ દ્વારા ડોનેશન કેમ્પ યોજી એકત્રિત કરવામાં આવી છે. 11,000માંથી એક એકનો જીવ બચ્યો હોય તો 11000ના જીવ સરદાર પટેલના નામથી બનેલી સંસ્થાના કારણે બચાવી શક્યા છે.