બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (11:58 IST)

ગુજરાતમાં મંગળવાર ગોઝારો સાબિત થયો, ત્રણ અકસ્માતમાં ત્રણના મોત, દાહોદના પરિવારને કાળ ભરખી ગયો

રાજ્યમાં આજે અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી છે, જેમાં 13 લોકોનાં મોત થયાં છે. દાહોદમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા 6 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર અથડાતાં 5 લોકો મોતને ભેટ્યા છે. રાજ્યમાં આજે મંગળવાર અમંગળ સાબીત થયો છે. દાહોદમાં ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત થયા છે.

પ્રાથમિક વિગત મુજબ ગરબાડા તાલુકામાં રહેતો પરિવાર રાજકોટ મુકામે રોજી રોટી અર્થે ગયો હતો. જે બાદ આજે સવારે વતનમાં પરત ફર્યા હતા. ત્યારે સવારે દાહોદમાં બસમાથી ઉતર્યા બાદ ગામડે જવા રિક્ષામાં બેઠા હતા. તે દરમિયાન એક ટ્રકે રિક્ષાને અડફેટે લેતા એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 5 વ્યક્તિના મોત થયા છે.

લખતર તાલુકાના ઝામર ગામના પાટિયા પાસે આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થતા અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત થયા છે.સુરેન્દ્રનગરના લખતરના ઝામર ગામ નજીક આઇસર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદાદ ગામનો પરિવાર પલાસા ખાતે માતાજીની બાધા પુરી કરવા જતાં સમયે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. તેમજ કેટલાક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યાં હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હવે દાહોદમાં થયેલા અકસ્માતની વિગતે વાત કરીએ તો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે આજે સવારે ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં સવાર એક જ પરિવારના 6 લોકોના મોત નીપજતા પંથકમા શોકની કાલિમા છવાઈ ગઈ છે. પોલીસે ઘટના સ્થળે જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.