સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ઑક્ટોબર 2023 (13:25 IST)

સુરતના GIDCમાં પ્રયાગ મિલમાં ભીષણ આગ, ફાયરની 17 ગાડીઓ દોડી આવી

fire news
fire news
સુરતના પાંડેસરા GIDCમાં આવેલી પ્રયાગ મિલમાં આજે ભીષણ આગ ભભૂકી ઊઠી છે. બનાવની જાણ ફાયર વિભાગને કરતા શહેરનાં 6 ફાયર સ્ટેશનથી કાફલો ઘટનાસ્થળે પહોચ્યો છે. 17થી વધુ ફાયરની ગાડી આગ પર કાબૂ મેળવતા ઘટનાસ્થળે પહોંચી પ્રયાસ હાથ ધર્યો છે. ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે.

અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મિલમાં કોઈ ફસાયું છે કે નહીં તેને લઈ ફાયરના જવાનો તપાસ કરી રહ્યા છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.સુરતમાં ફરી એક વખત મિલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. પાંડેસરા જીઆઇડીસીમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની પાછળ આવેલ પ્રયાગ મિલમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગને પગલે આ વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. આગ ભીષણ હોવાથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 6 ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા રવાના થઈ હતી. ભેસ્તાન, મજુરા, માન દરવાજા, ડિંડોલી, દુંભાલ અને નવસારી બજાર મળી કુલ છ ફાયર સ્ટેશનની ગાડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા પહોંચ્યો છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.