સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જુલાઈ 2023 (08:06 IST)

તાલાલામાં એક સાથે 7 મકાન ધરાશાયી

building collapse
7 buildings collapsed simultaneously in Talala- ગીરસોમનાથમાં ભારે વરસાદ હવે આફતરૂપ બની ગયો છે અનેક નીચાણવાલા ગામડામાં પાણી ઘૂસી ગયા છે તો ખેતરો જળમગ્ન થયા છે. તલાલામાં સાત મકાન ધરાશાયી થયા છે. 
 
તાલાલામાં વરસાદને લીધે 65 મકાનો ક્ષતિગ્રસ્ત  છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ભગા બારડ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોચ્યા હતા. વહેલી સવારથી જ ભગા બારડ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહયાં છે.
 
હવે ભારે વરસાદને કારણે પરિવહન સેવા પણ પ્રભાવિત થઈ છે. એસટી વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસની 264 ટ્રીપ રદ કરાઈ છે. સુત્રાપાડા, તાલાળા, માળિયા હટીના, માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી બસ સેવા સૌથી વધુ પ્રભાવિત થઈ છે.