1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 20 જુલાઈ 2023 (08:03 IST)

મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ- આગામી દિવસ 5 દિવસા સાર્વત્રિક વરસાદની આગાહી

rain in sutrapada dhoraji
આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે.
 
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજથી તારીખ 21 જુલાઈ દરમ્યાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.
 
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની  પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

હવે ભારે વરસાદને કારણે પરિવહન સેવા પણ પ્રભાવિત થઈ છે. એસટી વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસની 264 ટ્રીપ રદ કરાઈ છે. સુત્રાપાડા, તાલાળા, માળિયા હટીના, માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી બસ સેવા સૌથી વધુ પ્રભાવિત થઈ છે.
 
હાલ સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ છે. જુનાગઢ, માળિયાહાટીની, ગીર સોમનાથ, સૂત્રાપાડા, વેરાવળ, તલાલામા ભારે વરસાદ છે. ચારેતરફ પાણી ભરાયા છે. જેથી સૌથી વધુ જૂનાગઢની અંદાજે 35 બસોની 250 ટ્રીપ રદ કરાઈ છે. સુત્રાપાડા, તાલાલા, માળિયા હાટીના, માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી એસ ટી બસ સેવા પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત અમરેલીની 10 અને જામનગરની દ્વારકા અને સોમનાથની 2 ટ્રીપ રદ કરાઈ છે.