શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 2 જુલાઈ 2023 (10:21 IST)

3 જુલાઈએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ છે

rain in rajkot
- તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડશે
- 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ છે
- આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓને વરસાદ ધમરોળી નાંખશે
 
અમદાવાદઃ છેલ્લા બે દિવસથી ગુજરાતને વરસાદે ધમરોળ્યુ છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વિસાવદર અને જૂનાગઢમાં વરસાદના પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરંભાયુ છે. તેમજ નદીનાળા પાણીથી છલકાઈ ગયાં છે. નદીઓ પણ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચમી જુલાઈ સુધી દરેક જિલ્લમાં હળવાથી મધ્યમ તથા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 
 
ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
બનાસકાંઠા જિલ્લામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર અને પાંચ તારીખે વરસાદની કોઈ ચેતવણી નથી. પાટણમાં પણ એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર અને પાંચ તારીખે વરસાદની કોઈ ચેતવણી નથી.. મહેસાણામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર તારીખે વરસાદની શક્યતાઓ નથી પણ પાંચમી જુલાઈએ હળવો વરસાદ થઈ શકે છે. સાબરકાંઠા જિલ્લામા પણ એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર તારીખે વરસાદની શક્યતાઓ નથી પણ પાંચમી જુલાઈએ હળવો વરસાદ થઈ શકે છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં પણ પાંચ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. 
 
નર્મદા જિલ્લામાં આજે યલો એલર્ટ છે
અરવલ્લી અને ખેડા જિલ્લામાં પણ પાંચ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી આજે વરસાદનું યલો એલર્ટ છે પણ આવતીકાલથી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. એ જ રીતે આણંદ અને વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. દાહોદ, મહિસાગર, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ આગામી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં આજે યલો એલર્ટ છે પણ આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. 
 
આવતીકાલે સુરતમાં યલો એલર્ટ જાહેર
ભરૂચ અને સુરતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે આવતીકાલે સુરતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ત્રણથી પાંચ તારીખ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે રેડ અને આવતીકાલે યલો એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય ત્રણ જુલાઈથી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. તાપી જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ છે પણ આવતી કાલથી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી અને દમણમાં આજે ઓરેન્જ અને આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ત્રીજી તારીખથી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. 
 
જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આજે રેડ એલર્ટ 
રાજકોટમાં આજે યલો એલર્ટ છે. જ્યારે આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. જામનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરાઈ છે. જ્યારે આવતી કાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદરમાં આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યાર બાદ પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જૂનાગઢમાં આવતીકાલે યલો એલર્ટ છે. જ્યારે પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. 
 
કચ્છમાં ત્રણ તારીખ સુધી હળવો વરસાદ થશે
મોરબીમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. જ્યારે પાંચમી જુલાઈએ કોઈ આગાહી નથી. દેવભૂમી દ્વારકામાં આવતીકાલે યલો એલર્ટ છે. જ્યારે પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. બોટાદમાં આજે યલો એલર્ટ તથા આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ત્રણ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. જ્યારે ચારથી પાંચ જુલાઈ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.