મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (18:10 IST)

17 વર્ષના કિશોરનું હાર્ટએટેકથી નિધન

hearth attack
રાજ્યમાં હ્રદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત છે, દરરોજ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત હવે અન્યે શહેરોમાંથી પણ હાર્ટ એટેકના મોતના સમાચારો સામે આવી રહ્યાં છે.  
 
ભાવનગરમાં 17 વર્ષના કિશોરનું હાર્ટફેલ થતા મોત નિપજ્યું છે. આ 17 વર્ષીય કિશોરની ઓળખ  વિજય ચૌહાણ તરીકે થઈ છે. મળતા અહેવાલ અનુસાર યુવાન રાત્રે 10 વાગ્યે સુઈ ગયા બાદ સવારે જાગ્યો જ નહોતો. પરિવારજનોએ તેને ઉઠાડવાનો ખૂજ પ્રયત્ન કર્યો પણ તે ભાનમાં આવ્યો જ નહીં, ત્યાર બાદ યુવાનને ભાવનગરના માઢીયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 
 
વિજય ચૌહાણ નામનો કીશોર રાત્રે 10 વાગ્યાના અરસામાં સુઈ ગયો હતો. પરંતુ તે સવારે ઉઠ્યો જ નહિ. જેના બાદ તેને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો. જ્યાં ડોકટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી, પરંતુ પરિવાર સામે જ ટૂંકી સારવાર બાદ કિશોરનું હાર્ટ એટેકના હુમલાના કારણે મોત થઇ ગયું હતું. હાર્ટ એટેક આવવાના કારણે જ તે સુઈ ગયા બાદ જાગ્યો નહિ.