1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 15 જૂન 2024 (18:05 IST)

અમદાવાદમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષના યુવાને છલાંગ મારી જીવન ટૂંકાવ્યું

Dhruv Parmar Kadri advocates
Dhruv Parmar Kadri advocates
 શહેરમાં સાબરમતિ નદીના પુલ પરથી ઝંપલાવીને આપઘાત કરવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે હવે શહેરમાં મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવીને આપઘાત કરવાની ઘટના બની છે. શહેરના વસ્ત્રાલ મેટ્રો રેલવે સ્ટેશન પરથી આજે એક 20 વર્ષના યુવાને છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ દોડી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
40 ફૂટ ઊંચેથી કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું
સુત્રોના જણાવ્યા પ્રમાણે અમરાઈવાડીમાં કાદરી વકીલની ચાલીમાં રહેતા 20 વર્ષની ઉંમરના ધૃવ પરમારે આજે સવારે મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો. તેણે મેટ્રો સ્ટેશન પહોંચ્યા બાદ 40 ફૂટ ઊંચેથી કૂદકો માર્યો હતો.સ્થાનિકોએ 108ને જાણ કરવામાં આવી હતી. લોકો જ્યારે ધૃવ પાસે પહોંચ્યા હતાં ત્યારે તેનું મોત નિપજ્યું હતું. 
 
પોલીસે સુસાઈટ નોટ હતી કે નહીં તે શોધવા પ્રયાસો શરૂ કર્યા
આ ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ દોડી ગઈ હતી અને ધૃવ પરમારે કયા કારણોસર આપઘાત કર્યો છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત કરનાર પાસે કોઈ ચીઠ્ઠી હતી કે નહીં તે શોધવાનો પ્રયાસ શરૂ કરી દેવાયો છે. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોલ્પિટલ ખસેડ્યો છે. આ બાબતની જાણ થતાં મૃતક ધૃવ પરમારના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.