બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (09:17 IST)

પુલ પર કાર થોભાવી તાપી માતાના દર્શન કરવા ઉતરેલા પરિવારના 4 વર્ષના બાળકને ટેમ્પોએ અડફેટે લેતા મોત

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ઔઠીપાડા ગામના રહેવાસી દિલીપ ભાઈ વરન્યાભાઈ ગાવિત પોતાના ઘરે થી પરિવાર સાથે ક્લ્યુઝર ગાડી નંબર MH-39-B-2648 લઇને સવારના આશરે 5:30 કલાકે નીકળીને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા માતાના દર્શન કરવા જતા હતા.

નિઝર તાલુકાના વેલ્દા ટાંકીથી કુકરમુંડા તરફ જતા રોડ ઉપર નિઝરના મૌજે કાવઠા ગામની સીમમાં તાપી નદીના પુલ ઉપર પરિવાર તાપી નદીના દર્શન કરવા ઉભા રહેતા ચાર વર્ષીય બાળક પુલ પર રસ્તો ક્રોસ કરવા જતો તે વખતે આઇસર ટેમ્પો ડ્રાઇવરે બાળકને અડફેડમાં લઇ લેતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના ઔઠીપાડા ગામના દિલીપભાઈ વરન્યાભાઈ ગાવિત પરિવાર સાથે ક્લ્યુઝર ગાડી લઈને ઘરે થી દેવમોગરા માતાના દર્શન કરવા માટે જતા હતા. તે વખતે સવારના 7:45 વાગ્યાના અરસામાં નિઝર તાલુકામાં આવેલ મૌજે કાવઠા ગામની સીમમાં વેલ્દા ટાંકીથી કુકરમુંડા તરફ જતા રોડ ઉપર આવેલ તાપી નદીના પુલ ઉપર તાપી નદીના દર્શન કરવા ઉભા રહેલ તે વખતે આઇસર ટેમ્પો નંબર MH-23- W- 2521ના ડ્રાઇવરે પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પુલ ઉપર રસ્તો ક્રોસ કરી રહેલ ચાર વર્ષીય છોકરો અમલભાઈ દિલીપ ભાઈ ગાવિતને અડફેડમાં લઇને માથાના ભાગે તથા ચહેરાના ભાગે તથા ડાબા હાથે તથા શરીરે અન્ય નાની મોટી ઇજાઓ પોહચાડી સ્થળ ઉપર જ મોત થયું હતું. ટેમ્પોના ડ્રાઇવર સ્થળ પર જ ટેમ્પો મૂકી નાસી ગયો હોવા અંગેની ફરિયાદ મરણ જનાર બાળકના પિતા દિલીપભાઈ ગાવિત દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.