શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 8 જાન્યુઆરી 2024 (12:31 IST)

Vibrant Gujarat Summit: - ગાંધીનગરના અ અ રસ્તાઓ બંધ રહેશે

gandhinagar
Vibrant Gujarat Summit: ગાંધીનગર ખાતે જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે.

જેને લઈને ગાંધીનગર કલેકટરે એક મહત્વનું જાહેરનામુ બહાર પાડ્યું છે. વિવિધ રસ્તાઓને લઈ આ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે

જાહેરાનામામાં જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.