સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2023 (14:54 IST)

વડોદરામાં સાસરીમાં જઈ રહેલા બાઇકચાલકનું સ્કૂટરની અડફેટે મોત

bike scooter accident
વડોદરામાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા દીપિકા ગાર્ડન પાસે ગત રાત્રે સ્કૂટરચાલકે ટક્કર મારતા બાઇકચાલક યુવાનનું મોત થયું હતું. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં જ આવેલા શો-રૂમના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડન પાસે ખાનગી સ્કૂલના સફાઈ કામદારને સ્કૂટરચાલકે ટક્કર મારતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવક સમા ખાતેના આવેલા પોતાના ઘેરથી વારસિયા ખાતે સાસરીમાં પત્ની અને પુત્રની કાઢવા જઇ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. સમા વિસ્તારમાં જવાહર ફળિયામાં રહેતા નિલેશભાઈ રાજેશભાઈ સોલંકીની પત્નીએ એક મહિના પહેલાં જ પુત્રને જન્મ આપ્યો હતો. જેથી વારસિયામાં પિયરમાં ગયેલી પત્ની અને પુત્રની ખબર જોવા માટે નિલેશભાઈ બાઈક પર સમાથી વારસિયા જઈ રહ્યા હતા.આ સમયે સ્કૂટરચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી ગંભીર હાલતમાં નિલેશ સોલંકીને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. તેઓ પ્રતાપનગરની ખાનગી સ્કૂલમાં સફાઈ કામદાર હતા, તેવું પોલીસની તપાસમાં આવ્યું છે. કારેલીબાગ પોલીસે અકસ્માતને લઈને તપાસ હાથ ધરી છે.

પોલીસે સ્કૂટરચાલકની પણ શોધખોળ શરૂ કરી છે.અજાણ્યા સ્કૂટરચાલક સાથે અકસ્માત થયા બાદ નિલેશ સોલંકીની બાઇક ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેનું મોત થયું હતું. આ મામલે મૃતક યુવકના પિતા રાજેશભાઇ રયજીભાઇ સોલંકીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.