શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ડિસેમ્બર 2022 (21:05 IST)

અમદાવાદમાં હ્યુમન ટ્રાફિકિંગનો કિસ્સો, બે માસના નવજાત બાળકને ટ્રેનમાં લઈ જતા બે ઝડપાયા

, two caught carrying a two-month-old newborn baby
અમદાવાદમાં માનવ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલા માનવ તસ્કરીના કેસનું અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશન સામેથી બે માસના બાળકને વિજયવાડા પહોંચાડવા માટે એક વ્યક્તિએ ટ્રેનમાં આવેલા એક મહિલા અને પુરૂષને સોંપ્યું હતું અને આ માટે તેણે 5 હજાર રૂપિયા લીધા હતાં. પોલીસે ટ્રેનમાં તપાસ કરતાં મહિલા અને પુરૂષ ઝડપાઈ ગયા હતાં.
two caught carrying a two-month-old newborn baby

પોલીસે તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહારાષ્ટ્રના વર્ધા પોલીસ સ્ટેશનમાં માનવ તસ્કરીનો ગુનો નોંધાયો હતો.  25 ડિસેમ્બર 2022ના રોજ નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી મહારાષ્ટ્ર પોલીસે શંકાસ્પદ પુરુષ અને મહિલા સાથે એક બે માસના નવજાત બાળકને મુસાફરી કરતા ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા. મહિલા અને પુરુષને પૂછતા તેઓના નામ ચંદ્રકાન્ત મોહન પટેલ અને દ્રોપદી રાજા મેશ્રામ હોવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી અમદાવાદથી વિજયવાડાની રેલ મુસાફરીની ટિકિટ મળી આવી હતી. મહિલા અને પુરૂષના મોબાઈલ ફોન જપ્ત કરીને વોટ્સએપ ચેક કરતા કોલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું હતું કે, આ નવજાત બાળકને અમદાવાદ રેલ્વે સ્ટેશન સામેના રોડ ઉપરથી કૃણાલ નામના વ્યક્તિ દ્વારા ચંદ્રકાંત પટેલના કબજામાં વિજયવાડા પહોંચાડવા માટે આપવામાં આવ્યું હતું અને તેના બદલે 5000 રોકડ રકમ આપવામાં આવી હતી. આરોપી પાસેથી પોલીસે 3000 રોકડ રકમ સહિત રેલવેની ટિકિટ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો.આ કેસમાં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાની વર્ધા પોલીસે માનવ તસ્કરીનો ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર બાબત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર બની હોવાથી આ ઘટનાને મહારાષ્ટ્ર પોલીસે અમદાવાદ પોલીસનો સંપર્ક કરી કાલુપુર પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરી છે. હાલમાં પકડાયેલા બંને આરોપીઓને કાલુપુર પોલીસને સોંપવામાં આવ્યા છે. કાલુપુર પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આ બાળકના વાલીએ જ તેને એક વ્યક્તિને વેચી દીધું હોવાનું આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું. તેમણે કુણાલ નામના વ્યક્તિ મારફતે આ બાળકને મહારાષ્ટ્રથી વિજયવાડામાં એક દંપતીને આપવાનું કબુલ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસે પકડાયેલા બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે. હાલ તો મળી આવેલા બાળકને મહારાષ્ટ્રમાં બાળ સંરક્ષણમાં મોકલી આપવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને આરોપીઓની સામે કડકમાં કડક પગલાં લેવાય તે પ્રકારની તજવીજ કાલુપુર પોલીસ સ્ટેશને શરૂ કરી છે.