રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરત, , શનિવાર, 6 જુલાઈ 2024 (16:22 IST)

સુરતની પાંડેસરા GIDCમાં મિલમાં આગ લાગી, ફાયરની 18 ગાડીઓ ઘટનાસ્થળે

gujarati news
gujarati news
પાંડેસરા GIDCમાં આવેલી અન્નપુર્ણા મિલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 18 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ડાઈંગ મિલનું મટીરીયલ ખૂબ જ જ્વલંતશીલ હોવાથી જોત જોતામાં આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી. જોકે, આગની ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી.
 
18 જેટલી ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે મીડિયાને જણાવ્યું હતું કે, આગની ઘટનાનો કોલ મળતા જ અમારી અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. 18 જેટલી ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી. મિલમાં આગનું કારણ હાલ જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવી રહી છે.
 
મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા
શહેરના મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે ઝડપથી આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરના અધિકારીઓને સૂચન કર્યું હતું. મેયરે મિલમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા તેની પણ વિગતો મેળવી હતી. જોકે, કોઈને જાનહાનિ થઈ છે કે કેમ તેની પણ વિગતો મેળવી હતી. ચીફ ફાયર અધિકારી સાથે વાતચીત કરીને આગ પર ઝડપથી કાબૂ મેળવવા માટે અન્ય ફાયર સ્ટેશનની ગાડીને પણ ઘટના સ્થળ ઉપર ઝડપથી પહોંચવા માટે સૂચન કર્યું હતું.