સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 5 જુલાઈ 2024 (19:05 IST)

કડીમાં ડાયરામાં બહુચર મા વિશે અભદ્ર ટિપ્પણી કરી, પોલીસે રાજકોટથી આરોપીને ઝડપ્યો

yuvraj mansukh rathore
yuvraj mansukh rathore
 
એક યુવકે ડાયરામાં બહુચર માતાજી અને તેમના વાહન કુકડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. ડાયરમાં મનસુખ રાઠોડ નામનો શખ્સ અભદ્ર ટિપ્પણી કરતાં બોલ્યો હતો કે, કૂકડાને બદામ, પિસ્તા, ઘી ખવડાવો તો પણ છ ફૂટની બાઈ કુકડા ઉપર બેસે તો કૂકડો મરી જાય. એક યુવકે કડી પોલીસ મથકમાં મનસુખ રાઠોડ નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આરોપીને રાજકોટથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
 
ડાયરામાં બહુચર મા વિશે અભદ્ર ટિપ્પણી કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે દેત્રોજ તાલુકાના અબાસણા ગામના વતની અને અત્યારે હાલ કડીના ધરતી સીટી બાજુમાં રહેતા યુવરાજસિંહ સોલંકી જેઓ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. યુવરાજસિંહ પોતાના મોબાઈલમાં યૂટ્યૂબમાં અલગ અલગ વીડિયો જોઈ રહ્યા હતા. ત્યારે મનસુખભાઈ રાઠોડ નામના ઇસમનો એક વીડિયો તેમની સામે આવ્યો હતો. જે વીડિયોમાં મનસુખ રાઠોડ અભદ્ર ભાષામાં મા બહુચર વિશે બોલી રહ્યો હતો. મનસુખ રાઠોડ વીડિયોમાં કહેતો હતો કે 'બહુચર માતાજીને એક કુકડા ઉપર બેસાડી દીધા છે અને આ કૂકડાને બદામ, પિસ્તા, ઘી ખવડાવો તો પણ છ ફૂટની બાઈ કુકડા ઉપર બેસે તો કૂકડો મરી જાય. મેલડી માને બકરા માથે ચડાવી દીધા છે અને આ બધા એજ ખાવા હાટુ થઇ બકરો ચડાવે છે.આ વીડિયો જોઈને યુવરાજસિંહે યુટ્યૂબ ચેનલ પરથી નંબર લઈને મનસુખ રાઠોડ સાથે વાત કરી હતી.
 
મનસુખ રાઠોડ સામે ગુનો દાખલ કરાવ્યો હતો
યુવરાજસિંહે મનસુખ રાઠોડને કહ્યું હતું કે, બહુચર માતાજી ઉપર તમે કોમેન્ટ કરી છે તે અમારી મા છે. ત્યારે સામે મનસુખ રાઠોડે કહ્યું કે, તમારી માને હુ ક્યાંથી ઓળખતો હોઉં અને બહુચર મા તમારી મા થાય તો તમારા બાપની બાયડી થાય તેવો વાણી વિલાસ અને અભદ્ર ભાષામાં વાત કરીને ફોન કટ કરી નાખ્યો હતો. ત્યાર બાદ બંનેની વાતચીતનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યું હતું. જે યુવરાજસિંહના હાથે લાગ્યું હતું જે બાદ યુવરાજસિંહ કડી પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા અને બહુચર મા સહિત અનેક ભગવાન પર અભદ્ર ટિપ્પણી કરનાર મનસુખ રાઠોડ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. મનસુખ રાઠોડને પોલીસે ઝડપી પાડ્યો હતો. કડી પોલીસે ગુનો દાખલ કરીને તેની અટક કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે. આરોપી સામે પ્રોહિબિશન, રાયોટીંગ અને મારામારીના ગુનાઓ પણ દાખલ છે.