સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. માતાજીના જાણીતા શક્તિપીઠ
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (11:32 IST)

બહુચરાજી શક્તિપીઠ

bahuchar mataji
બહુચર માતા- બહુચરાજી ગુજરાતના શક્તિપીઠમાં થી એક છે. ગુજરાતના ત્રણ મહત્વપૂર્ણ કાલિકા માતાના મંદિરોમાંનું એક છે. એક અંબાજી, બીજું પાવાગઢ અને ત્રીજું બહુચર માતાનું મંદિર. 
 
બહુચરાજી મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્‍યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી. 15 મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજો આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે. આ આખુયે મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે. આ જગ્યાને ચાચરનો ચોક કહેવાય છે. મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીયો છે.
 
આ મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે. જ્યાં ગુજરાતના કેટલાયે લોકો અહીંયા આવીને પોતાના પુત્રનાં સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે. તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પુર્ણ કરે છે. ઘણાં લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમકે બહેરાશ હોય, તોતળુ બોલતા હોય વગેરે તો પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પુર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે.
 
અહીંયા દરેક પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે અને નવરાત્રિ દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. તેમજ ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. આ મંદિર મોઢેરાથી માત્ર પંદર કિલોમીટરને અંતરે આવેલ છે. ત્યાર બાદ જુનુ શંખલપુર પણ અહીંથી માત્ર પાંચ કિલોમીટરને અંતરે આવેલ છે. આ મંદિર ખુબ જ જુનુ હોવાને લીધે કેટલાયે ગરબા, ગીતો અને ભજનો આની પર લખાયા છે.
 
અહીયા પહોચવા માટે ગુજરાત સરકાર તરફથી ઘણી બસો ખુબ જ સરળતાથી મળી રહે છે. વળી અહીંયા રોકાવાની અને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા હોવાથી કોઈ જ મુશ્કેલી જણાતી નથી.