મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2022 (08:46 IST)

અમદાવાદના પીરાણા રોડ પર કાપડના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી, બે કલાકે આગ કાબુમાં આવી

ફાયરબ્રિગેડ દ્વારા હાલમાં ગોડાઉનમાં કરવામાં આવી રહી છે.કુલિંગની કામગીરી

અમદાવાદના પીપળજ પીરાણા રોડ પર મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામના કાપડના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. કાપડના અંદાજે 500 ટન જથ્થામાં આગ લાગી હતી. દોઢ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. 
 
ફાયર વિભાગને સવારે ચાર વાગ્યાની આસપાસ કોલ મળ્યો
ફાયરબ્રિગેડ દ્વારા હાલમાં ગોડાઉનમાં કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
 
અમદાવાદ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે પીપળજ પીરાણા રોડ પર મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ  શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામના કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. જેથી 1 ફાયર ફાઇટર, 8 ગજરાજ, 24 ફાયરમેન, 2 સ્ટેશન ઓફિસર અને 1 ડીવીજીનોલ ઓફિસર સહિત ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની શરૂ કરી હતી. 
 
દોઢ કલાકમાં આગને કાબુમા લેવામા આવી 
4 જગ્યાએથી વોટરકેનોન લાઈનો બનાવી દોઢ કલાકમાં આગને કાબુમા લેવામા આવી હતી. આગ નુ કારણ જાણવા મળ્યું નથી તેમજ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ એન્ડ એફ એસ એલ ટીમને ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી. 2 JCBની મદદથી કાપડના જથ્થો દૂર કરી તેમાં નીચે લાગેલી આગને બુઝાવી અને હાલમાં કુલીંગ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.