1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 માર્ચ 2022 (18:55 IST)

અરવલ્લીના માલપુરના ડુંગર પર લાગી આગ

અરવલ્લીના માલપુરના ડુંગર પર શુક્રવારે અચનાક જ આગ લાગી હતી. જેને લઈને આસ-પાસના વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બીજી તરફ આ ઘટના દરમિયાન ગરમ અને સૂકા પવનોની ગતિ વધતાં આગની જાળ વધુ વિકરાળ થવા પામી હતી. મહત્વનું છે કે, આગને કાબૂ લેવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, આ સમગ્ર મામલે વન વિભાગના કર્મીઓ નિષ્ક્રીય રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ આ આગા કયા કારણો સર લાગી તેનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે.  
 
આ ઘટના બાદ આસ-પાસના ખેડૂતો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતાં. બીજી બાજુ આગ લાગવની જાણ વન વિભાગને કરતાં વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ હતી. અને આગ બૂઝાવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી. અરવલ્લીના માલપુરના ડુંગર પર લાગી ભીષણ આગઅરવલ્લીના માલપુરના ડુંગર પર શુક્રવારે અચનાક જ આગ લાગી હતી. જેને લઈને આસ-પાસના વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બીજી તરફ આ ઘટના દરમિયાન ગરમ અને સૂકા પવનોની ગતિ વધતાં આગની જાળ વધુ વિકરાળ થવા પામી હતી. મહત્વનું છે કે, આગને કાબૂ લેવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, આ સમગ્ર મામલે વન વિભાગના કર્મીઓ નિષ્ક્રીય રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ આ આગા કયા કારણો સર લાગી તેનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે.