શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 19 માર્ચ 2021 (09:47 IST)

વડોદરામાં શિવમ પેટ્રો કેમિકલ્સમાં ભીષણ આગ લાગી, 5 કર્મચારી દાઝ્યા, 8 કિલોમીટર દુર સુધી રીએક્ટર ફાટવાનો અવાજ સંભળાયો

આશરે આઠ કિલોમીટર સુધી રીએકટર ફાટવાનો અવાજ સંભળાયો હતો
 
વડોદરામાં સાવલી ખાતે શિવમ પેટ્રો કેમિકલ્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાથી અફરા તફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં પાંચ કર્મચારીઓ દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે.  ભીષણ આગને પગલે ફેકટરીમાં વ્યાપક નુકસાન થયું છે, આશરે આઠ કિલોમીટર સુધી રીએકટર ફાટવાનો અવાજ સંભળાયો હતો કે જે ઘટનાની ગંભીરતાને વર્ણાવે છે. ભારે ધડાકા અને ભડાકા સાથે આગ લાગતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો સર્જાયા હતાં. 
 
આગમાં 5 કર્મચારીઓ દાઝયા
ફેકટરીમાં રીએકટર ફાટતા આગમાં 5 કર્મચારીઓ દાઝયા હતા અન તેમને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ લઇ જવાયા છે. ભીષણ આગને પગલે ફેકટરીમાં વ્યાપક નુકસાન તો થયું જ છે, આશરે આઠ કિલોમીટર સુધી રીએકટર ફાટવાનો અવાજ સંભળાયો હતો કે જે ઘટનાની ગંભીરતાને વર્ણાવે છે. ભારે ધડાકા અને ભડાકા સાથે આગ લાગતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો સર્જાયા હતા અને આજુબાજુનાં લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો. વડોદરા ફાયર તેમજ અન્ય કંપનીઓના ફાયરની ટિમો પણ આગને કાબુમાં લેવા માટે પ્રયત્નશીલ બની છે. જણાવી દઈએ કે વિવિધ કેમિકલ તેમજ પાવડર બનાવે છે શિવમ કંપની અને તે સાવલીના ગોઠડા ગામે આવેલી છે.