1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 28 નવેમ્બર 2021 (16:02 IST)

Ahmedabad Fire:અમદાવાદના રિલીફ રોડ પર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 6 દુકાનોને ઝપેટમાં લેનારી આગ 45 મિનિટે કાબૂમાં આવી

અમદાવાદના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. રિલીફ ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. નીચેના ફ્લોરથી ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. 
 
જોકે 8 ફાયરફાઈટરની મદદથી 45 મિનિટ બાદ આગ કાબુમાં આવી ગઈ હતી. દુકાન પર લાગેલા બેનરોના કારણે પણ આગ વધુ વિકરાળ બની હતી. આગ લાગતા રીલીફ રોડ તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.