રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :અમદાવાદ , મંગળવાર, 9 જુલાઈ 2024 (15:49 IST)

નવી માતા અને નાનીએ 6 વર્ષના બાળક સાથે ક્રુરતાની હદ વટાવી કે માનવતા શર્મશાર થઈ

માનવતાને શરમમાં મુકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. પિતાએ લગ્ન બાદ પત્નીને છુટાછેડા આપ્યા હતાં અને લગ્નજીવનમાં તેમને  એક દીકરાને જન્મ આપ્યો હતો. પતિને બીજી કોઈ મહિલા સાથે અફેર હોવાથી તેણે છુટાછેડા બાદ આ મહિલા સાથે લગ્ન કર્યા હતાં અને બાદમાં નવી પત્નીના ઘરે રહેવા ગયો હતો. નવી પત્ની અને સાસુ તેના દીકરાને નાની નાની વાતોમાં માર મારતા હતાં. સાસુએ તો આનાથી વધારે ક્રુરત વટાવી દીધી હતી. તેણે આ બાળકને ચીપીયો ગરમ કરીને ડામ આપ્યા હતાં. બાળકને તેના પિતાની સાસુ તેના દાદાના ઘરે મુકી ગયા હતાં. જ્યાં દાદાને આવી ક્રુરતાની જાણ થતાં તેમણે બોડક દેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
છુટાછેડા બાદ પતિએ પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા વૃદ્ધે પોતાના સગા પુત્ર સહિત ચાર લોકો સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોટા દીકરા નિકુંજના 2015માં સમાજના રીત રિવાજ પ્રમાણે લગ્ન થયાં હતાં. લગ્ન બાદ તેને એક દીકરાનો જન્મ થયો હતો.પરંતુ બાદમાં પતિ અને પત્નીને મનમેળ નહીં થતાં બંનેએ છુટાછેડા લીધા હતાં અને બાળકની જવાબદારી તેમના દીકરા નિકુંજે લીધી હતી. તેમના દીકરા નિકુંજને એક મહિલા સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો.તેણે છુટા છડા લીધા બાદ પ્રેમિકા આશ્લેષા પટેલ સાથે લગ્ન કર્યા હતાં અને પોતાના 6 વર્ષના પુત્રને લઈને તે પત્ની અને સાસુ સસરા સાથે રહેવા ગયો હતો. 
 
બેસવાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા
ફરિયાદી વૃદ્ધે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત 17મી જાન્યુઆરીએ તેઓ સાંજના સમયે પોતાનું કામ પતાવીને ઘરે આવ્યા ત્યારે તેમનો પૌત્ર, પુત્રવધુ અને તેની માતા ફ્લેટની નીચે ઊભા હતા. ફરિયાદીના પૌત્રને બે સ્કૂલ બેગ અને કપડાં ભરેલી બેગ આપીને જા તારા દાદા પાસે જા તેમ કહીને માતા પુત્રી ત્યાંથી જતાં રહ્યાં હતાં. ત્યાર બાદ રાત્રે જ્યારે ફરિયાદીનો પૌત્ર સૂતો  હતો ત્યારે અચાનક ચીસો પાડીને જાગી ગયો હતો. પરંતુ જગ્યા બદલાઈ હોવાથી તે આવું કરી રહ્યો હોવાનું માનીને ફરિયાદી તેને ફરીવાર સુવાડ્યો હતો. પરંતુ સવારે જ્યારે તેઓ તેને ન્હાવા માટે લઈ ગયા ત્યારે તેને બેસવાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા.
 
દાદાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
ફરિયાદીએ તેમના પૌત્રને આ બાબતે પૂછતા તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો અને કહ્યું હતું કે તેની નાનીએ રોટલી બનાવવાના ચીપિયાને ગરમ કરીને તેને ડામ આપ્યા હતા. અવાર નવાર તેની નવી માતા અને નાની કોઈ પણ બહાને તેને માર મારતા હતા.તેના નાનાએ તો અભ્યાસ ના કરે તો ફલશમાં માથું નાંખ્યું હતું. આ મામલે તેમણે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. આ અરજી આપ્યા બાદ પોલીસે પૌત્રનું મેડિકલ ચેકઅપ કરાવવા કહ્યું હતું. તેનું ચેકઅપ અસારવા સિવિલમાં કરવામાં આવ્યું હતું. જેમાં આ ડાઘ ત્રણચાર દિવસ પહેલાના હોવાનું ફલિત થયું હતું.