1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (09:43 IST)

વડીયાના યુવક સાથે રૂપિયા બે લાખમા લગ્ન કરી ચાલતી પકડનાર દુલ્હન સહિત ચાર શખ્સો સામે પોલીસમા ફરિયાદ નોંધાઇ

police complaint has been registered against four people
વડીયા તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામના પ્રવિણ રવજીભાઇ રાઠોડ (ઉ.વ.30) નામના યુવાન સાથે આ ગેંગે છેતરપીંડી કરી હતી. તેની જ જ્ઞાતીના ખીજડીયા ગામના બધા ચકા સોલંકી નામના દલાલે પ્રવિણ રાઠોડ માટે કન્યા જોઇ છે તેમ કહી વાત ચલાવી હતી. ગત તારીખ 17/8ના રોજ પ્રવિણ અન્ય લોકો સાથે રાજકોટ કન્યા જોવા ગયો હતો અને માધવી મકવાણા નામની કન્યા બતાવાતા તેણે લગ્નની હા પાડી હતી.જો કે આ માધવી મકવાણા લુંટેરી દુલ્હન છે અને અત્યાર સુધીમા તેણે અનેક લોકોને શીશામા ઉતાર્યા છે.

લગ્નનુ નક્કી થતા જ રૂપિયા 60 હજાર દલાલ મારફત રોકડા અપાયા હતા. અને ત્યારબાદ તારીખ 28/8ના રોજ વડીયા તાલુકાના ખજુરી ગામે રણુજા ધામ ખાતે ફુલહાર વિધીથી લગ્ન કરાયા હતા. તે સમયે માધવીની માસી દેવુબેન મકવાણા અને માસા શામજી મકવાણા પણ હાજર હતા. લગ્ન થતા જ બાકીના રૂપિયા 1.40 લાખ ચુકવી દેવાયા હતા.​દુલ્હન સાથે પરિવાર સુર્યપ્રતાપગઢ પરત આવ્યા બાદ પ્રવિણ રાઠોડે હોંશેહોંશે પોતાના દુલ્હન સાથેના ફોટા સોશ્યલ મિડીયામા મુકયા હતા. જો કે તે વખતે તોરી ગામના એક યુવાને તેને ફોન કર્યો હતો કે જે છોકરી સાથે તે લગ્ન કર્યા છે તેની સાથે મારા પણ લગ્ન થયા છે અને તે મારી સાથે લગ્ન કરી થોડા સમયમા જતી રહી છે.પાંચ દિવસના લગ્ન જીવનમા આ મહિલાએ પ્રવિણ રાઠોડને પતિ તરીકેનો કોઇ અધિકાર આપ્યો ન હતો. અને ગત બીજી તારીખે માધવીના માસી દેવુબેન તેને તેડવા આવી પહોંચ્યા હતા. પોતાની સાથે છેતરપીંડી થઇ રહી હોવાનો સ્પષ્ટ થઇ જતા પ્રવિણ રાઠોડ વડીયા પોલીસ મથકે પહોંચ્યો હતો અને પત્ની માધવી ઉપરાંત તેની માસી દેવુ મકવાણા અને માસા શામજી મકવાણા તથા દલાલ બધા ચકા સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.અમરેલી જિલ્લામા આવી રીતે લગ્ન વાંચ્છિત યુવાનો અવારનવાર ચીટર ગેંગનો ભોગ બની રહ્યાં છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાત વિસ્તારમાથી મોટી રકમ આપી લાવેલી કન્યાઓ બે ચાર દિવસમા જ છોડીને જતી રહ્યાં બાદ છેતરપીંડી થયાની જાણ થાય છે.બે લાખ ખર્ચીને લગ્ન કર્યા બાદ લાવેલી દુલ્હનને માવતરે જવુ હોય શંકા જતા પ્રવિણે વચેટીયા બધાભાઇને ફોન કર્યો હતો. ત્યારે તેણે મારી પાસે ટાઇમ નથી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. આવા કિસ્સામા વચેટીયાને સામાન્ય રીતે પાંચ હજારનુ વળતર મળતુ હોય છે.રાજકોટની આ ચીટર ગેંગે માત્ર અમરેલી જિલ્લામા નહી પરંતુ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમા પણ છેતરપીંડી કરી છે.

દ્રારકા પંથકમા પણ તેણે ઠેકઠેકાણે લગ્ન કરી મોટી રકમ પડાવી હોવાનુ બહાર આવ્યું છે.આ ચીટર ગેંગની જાળ સૌરાષ્ટ્રમા ચારે તરફ ફેલાયેલી છે. માત્ર વડીયા પંથકમા જ ત્રણ યુવાનો ભેાગ બન્યા છે. પ્રવિણ રાઠોડ ઉપરાંત તોરી ગામના કલ્પેશ રાઠોડ નામના યુવક સાથે પણ આવી જ છેતરપીંડી થઇ હતી. જયારે બરવાળા બાવળના વીનોદ કાનાભાઇ પડાયા સાથે સગાઇ કરી રૂપિયા 10 હજાર પડાવ્યા હતા. ઉપરાંત બાબરા પંથકમા પણ બે સ્થળે લગ્ન કર્યા હતા.