રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 જુલાઈ 2023 (12:43 IST)

અમદાવાદમાં બાળકને શાળાએ લઈ જતી મહિલાને લક્ઝરી બસે મારી ટક્કર

accident
અમદાવાદ મહિલાને લક્ઝરી બસે મારી ટક્કર- અમદાવાદમાં અકસ્માતનુ એપી સેંટર બનતુ જઈ રહ્યુ છે ઈસ્કોન બ્રિજમાં 9 લોકોના મોતના સમાચારને અત્યારે લોકો ભૂલ્યા જ ન હતા કે કાલે પણ એક નબીરાએ નશામા BMW કારથી ટક્કર મારી હતી અને આજે  શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી.
 
અમદાવાદમાં વધુ એક અકસ્માત, બાળકને શાળાએ લઈ જતી મહિલાને લક્ઝરી બસે મારી ટક્કર માંડવીની પોળ પાસે આ અકસ્માત થયો છે.
 
અમદાવાદમાં એક મહિલા બાળકને શાળાએ મૂકવા જઈ રહી હતી. તે મહિલા એક્ટિવા પર સવાર હતી અને સામેથી આવતી એક લક્ઝરી બસે મારી ટક્કર મારતા મહિલાના માથામાં ઈજા પહોંચી છે. તે સિવાય બાળકના પગમાં પણ ફેકચર આવ્યો છે. 
 
આ અકસ્માતમાં મહિલાને માથામાં ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.બાળકને પણ ઇજા થઈ છે. તેના પગમાં ફ્રેક્ચર થવાની સ્થિતી હોવાની જાણકારી મળી છે.