સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (11:02 IST)

યુવકે અટલબ્રિજ પર સુરક્ષા હોવાછતાં કૂદકો લગાવી કરી આત્મહત્યા

atal bridge
સાબરમતી નદી પર બનેલો અટલબ્રિજ પોતાની સુંદરતાના લીધે પર્યટન સ્થળ બની ગયો છે. અહીં સતત લોકોની ભીડ રહે છે. બ્રિજ પર બાઉન્સર અને સિક્યોરિટી હોવાછતાં એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી નદી પર બનેલા અટલબ્રિજ પરથી એક યુવકે કૂદકો લગાવી જીવન ટુંકાવ્યું છે. આ યુવકનું નામ પારિતોષ મોદી (ઉંમર 20 વર્ષ) છે જે ડોક્ટરના અભ્યાસ માટે પાલનપુરથી આવ્યો હતો. 
 
20 વર્ષીય યુવકે અગમ્યકારણોસર આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું. અત્રે મહત્વ બાબત એ છે કે અટલ બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સર હોવા છતાં યુવકે નદીમાં છલાંગ લગાવી દીધી હતી. પોલીસે બનાવ અંગે રિવરફ્રન્ટ પોલીસને જાણ કરી હતી. ફાયરની રેસ્ક્યું ટીમે મૃતદેહને બહાર કાઢી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને મૃતદેહ સોપ્યો હતો.