સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (00:07 IST)

સુરત માંગરોળના પૂર્વ MLA રમણભાઈ ચૌધરીનું નિધન, કોંગ્રેસના સક્રિય નેતા હતા

Former Surat Mangarol MLA Ramanbhai Chaudhary, an active Congress leader, passes away
સુરત માંગરોળના પૂર્વ MLA રમણભાઈ ચૌધરીનું હાર્ટએટેક આવતા નિધન થયું છે. રમણભાઈ કોંગ્રેસના સક્રિય નેતા હતા. હજુ થોડા દિવસો પહેલા જ તેમણે સુરતમાં ખાનગી હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવ્યુ હતું. આજે વહેલી સવારે તેમને હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રા  માંગરોળનાં ઇસનપુર ગામે 1 વાગે નીકળશે.

રમણભાઈ ચૌધરીના રાજકારણની વાત કરીએ તો તેઓ પહેલા રાજપા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચુંટણી લડયા હતા અને જીત્યા પણ હતા. આ બાદ તેઓ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2007માં તેઓ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા જો કે તે ચુંટણીમાં હાર થઈ હતી. આ ઉપરાંત તે પંચાયત મંત્રી પણ રહી ચૂંક્યા છે. તે કોંગ્રેસ પક્ષના સક્રિય નેતા હતા અને બે ટર્મ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.