મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 25 એપ્રિલ 2022 (15:46 IST)

કોંગ્રેસના કાર્યકારી હાર્દિક પટેલે ફરી વોટ્સએપ DP બદલ્યું, કેસરી ખેસ પહેરેલો ફોટો મુકતાં રાજકીય ગરમાવો

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પાર્ટી સામે સખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યાર બાદ ભાજપની પણ પ્રશંસા કરી રહ્યા છે, જેને પગલે તેમની કોંગ્રેસ છોડવાની અને ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની ગઈ છે. 23 એપ્રિલે વોટ્સએપ ડીપી બદલ્યા બાદ આજે ફરી DP બદલ્યું છે અને કેસરી ખેસ સાથેનો ફોટો મુક્યો છે.હાર્દિક પટેલે દિવ્યભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપની લીડરશીપ અંગે કહ્યું હતું કે, હું તેમની સારી બાબતને સ્વીકારું છું. તેમણે કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી, રામમંદિર બનાવડાવ્યું, એને મેં સ્વીકાર્યું હતું અને તેમનાં આ પગલાંને બિરદાવું છું. સારું કામ થતું હોય તો એની પ્રશંસા કરવી જોઇએ અને સ્વીકારવું જોઇએ. હું સત્તાના પ્રેમમાં આ વાત નથી કરતો.જ્યારે હિન્દુવાદી પાર્ટી જોઇન કરવા અંગે કહ્યું હતું કે, રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઇ રાજકારણી નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે તેની હું રોજ પૂજા કરૂં છું. મારા પિતાની પુણ્યતિથીએ 4000 ગીતાનું વિતરણ કરીશ. હાર્દિકને કોઇ હિન્દુ વિરોધી નહીં ચિતરી શકે જેવું બીજા યુવાન નેતાઓ માટે થયું હશે.11 દિવસ પહેલા PTI સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલ પાર્ટીથી નારાજ હોવાનો અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું. જોકે તેની ફરિયાદને ગંભીરતાથી ન લેતા પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા હતા. હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, મને એટલો હેરાન કરવામાં આવે છે કે તે મને બહુ ખરાબ અનુભવાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી પરંતુ કોઈ એક્શન લેવાઈ નથી.