શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (11:52 IST)

વિધાનસભાના વિપક્ષી નેતાની જાહેરાત

વિધાનસભાના વિપક્ષી નેતાની જાહેરાત
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તેની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવાયા છે. શૈલેષ પરમાર દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય છે. જ્યારે અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે ગુજરાતમાં માત્ર 17 સીટો જીતનારી કોંગ્રેસે છેવટે વિધાનસભામાં વિપક્ષ નેતાના નામની પસંદગી કરી લીધી છે. જીગ્નેશ મેવાણી, અનંત પટેલ સહિતના યુવા નેતાઓની પસંદગી અટકળો વચ્ચે આખરે અમિત ચાવડાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાયા છે.