સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 ઑગસ્ટ 2022 (11:59 IST)

રાજકોટના લોકમેળામાં રાઈડમાં બેઠેલો યુવક પટકાયો ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયો

A young man who was sitting in a ride
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જો કે, રાઈડ સંચાલકની સમય સુચકતા કારણે તાત્કાલિક રાઈડ બંધ કરી યુવકને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.રાજકોટના લોકમેળાનો આજે ત્રીજો દિવસ છે અને આજે જન્માષ્ટમી હોવાથી મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. નાના મોટા સૌ કોઈ લોકો આજે મેળાની મજા માણવા આવી પહોંચ્યા હતા.

આ દરમિયાન 9.30 વાગ્યા આસપાસ મેળામાં એક દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક યુવક ચાલુ રાઈડ દરમિયાન રાઇડમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.લોકમેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલી બીજી જ રાઈડમાં આજે એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બ્રેક ડાન્સ નામની રાઇડમાં એક યુવક રાઇડની મજા માનતો હતો, અને હસતો હસતો મેળાની મજા લેતો હતો અચાનક બીજી સેકન્ડે યુવક રાઇડમાંથી નીચે પટકાયો હતો અને માથાના ભાગે ઉપર ખાડો થઇ જતા ગંભીર ઇજા પહોંચી હતી. રાઇડ સંચાલકે સમય સુચકતા કારણે તત્કાલીન રાઈડ બંધ કરી યુવકને નીચે ઉતારી રાઇડના જ સંચાલકોએ નજીકમાં મેળાના ગેઇટ પાસે ઊભેલી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

રાઇડમાં બેસતા સમયે દરેક લોકોએ આ પરથી શીખ મેળવવાની જરૂર છે. રાઇડમાં બેસ્ટ સમયે રાઇડમાં સંચાલકોની સૂચના મુજબ વ્યવસ્થિત રીતે બેસી રાઈડની મજા માણવી જોઈએ. જો આ દરમિયાન મજાક મસ્તી કરીએ અથવા વ્યવસ્થિત ન બેસીએ તો દુર્ઘટના જરૂરથી સર્જાઈ શકે છે અને તેમાં કદાચ મજાની સજા સમાન જીવ ગુમાવવાનો પણ વખત આવી શકે છે.