ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (18:49 IST)

અમદાવાદના વાસણામાં રહેતા યુવાન મહિલા પોલીસકર્મીએ ઘરે ગળાફાંસો ખાધો

lalita ben paramar sucide
અમદાવાદ શહેરમાં ફરી એક વખત પોલીસ કર્મચારીએ જીવન હોવાનું સામે આવ્યું છે. મહિલા કર્મચારી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓએ પોતાના વાસણા ખાતેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર મામલે સિનિયર અધિકારીઓ બનાવના સ્થળે પહોંચ્યા હતા
અને વિગતો જાણવા પ્રયાસ કરી રહ્યા છે.

હાલ મહિલા ના મૃતદેહને તેમના વતન લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે આત્મહત્યા કયા કારણસર કરી તે શોધવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લલીતાબેન પરમાર વાસણા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં રહેતા હતા.


લલીતાબેને કોઈ કારણસર 29 તારીખે પોતાના ઘરે ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સિનિયર અધિકારીઓ બનાવનાર સ્થળે પહોંચ્યા હતા. યુવાન મહિલા કર્મચારીએ કયા કારણસર આત્મહત્યા કરી તેનું કારણ હજી સુધી અકબંધ છે.મળતી માહિતી પ્રમાણે હાલ લલિતાબેનના મૃતદેહને અંતિમ વિધિ માટે તેમના વતન સુરેન્દ્રનગર ખાતે લઈ જવામાં આવી રહ્યો છે અને આ કેસમાં જો કદાચ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળશે તો તેમાં કાર્યવાહી કરવા માટે પણ સિનિયર અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.

Edited By-Monica Sahu