રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : બુધવાર, 31 જાન્યુઆરી 2024 (13:41 IST)

Loksabha 2024 - આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે કોંગ્રેસ પાસેથી આટલી બેઠક માંગી

Chaitar Vasava will contest the Lok Sabha elections from Bharuch
- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે મળીને ચૂંટણી લડશે
- ઈન્ડિયા ગઠબંધનમાં રહેલ બંને પાર્ટીઓએ તેમની વચ્ચે થયેલ સમજૂતી કરાર પર અંતિમ નિર્ણય કર્યો 
- આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર
Chaitar Vasava will contest the Lok Sabha elections from Bharuch

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં નેતાઓએ લોકસભા ચૂંટણીને લઈ સીટોની વહેંચણી પર ચર્ચા કરવા માટે નવી દિલ્હી ખાતે બેઠક બોલાવી હતી. મીટીંગ બાદ સીટની વહેંચણીને લઈ વધુ માહિતી આપી ન હતી. પરંતું હાલ તેમણે એટલું કહ્યું હતું કે બંને પક્ષો એક સાથે મળીને ચૂંટણી લડશે. હાલ આમ આદમી પાર્ટી દિલ્હી તેમજ પંજાબમાં સત્તા પર છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસ પાસે સીટોની આશા રાખી છે. ઈન્ડિયા ગઠબંધનમાં રહેલ બંને પાર્ટીઓએ તેમની વચ્ચે થયેલ સમજૂતી કરાર પર અંતિમ નિર્ણય કર્યો છે.  જેમાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ પાસે ગુજરાતમાં 1 લોકસભા સીટની માંગણી કરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં જ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલ કેજરીવાલ તેમજ પંજાબનાં સીએમ ભગવંત માને ભરૂચનાં નેત્રંગ ખાતે સભા યોજી હતી.

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનાં પ્રમુખ કેજરીવાલ બે દિવસીય ગુજરાત મુલાકાતે હતા. તે દરમ્યાન તેઓએ ભરૂચના નેત્રંગ ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. જાહેર સભામાં કેજરીવાલે ભરૂચ સીટ પરથી લોકસભાનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકીય માહોલમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 સીટો ભાજપ પાસે છે. ત્યારે આ આંકડો જાળવી રાખવા માટે ભાજપ દ્વારા કાર્યકર્તાઓને કામે લગાડી દીધા છે. ભરૂચ લોકસભા સીટની વાત કરીએ સમગ્ર વિસ્તાર આદિવાસી મતદારો છે.  આદિવાસી મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા ગત લોકસભા ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાડી દીધું હતું.