રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 જુલાઈ 2020 (16:02 IST)

વિવિધ પોસ્ટરો સાથે ગુજરાત યુનિવર્સિટીમાં ફરી ABVPનું વિરોધ પ્રદર્શન

ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું વિરોધ પ્રદર્શન જારી છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં ગરબડી મામલે છેલ્લા 15 દિવસથી જુદી-જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રવેશ સમિતિના સભ્યો બદલવા, ખાનગી એજન્સી દૂર કરવા અને પ્રવેશ પ્રક્રિયાને નિષ્પક્ષ બનાવવાની માગ કરવામાં આવ રહી છે. આજે એબીવીપીના કાર્યકરોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું ચે. નકલી નોટ સાથે કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી પહોંચીને વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે એબીવીપીના કાર્યકરો છેલ્લા ઘણા દિવસથી વિવિધ કાર્યક્રમો આપીને વિરોધ નોંધાવી રહ્યાં છે. આ પહેલા એબીવીપીએ અસ્થિ વિસર્જન, બેસણું યોજવા, યુનિવર્સિટીની દીવાલ પર વિવાદાસ્પદ લખાણો લખવા સહિતના કાર્યક્રમો આપ્યા હતા. ગુજરાત યુનિવર્સીટીમાં અગાઉ વિરોધના ભાગરૂપે કુલપતિના પૂતળાની નનામી કાઢવી, કુલપતિ હિમાંશુ પંડ્યાના ચહેરવાળા પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક ભજવવું, પ્રવેશશુદ્ધિ યજ્ઞ, રજીસ્ટ્રારને બંગડી આપવી, કુલપતિની ચેમ્બર બહાર બગડી લટકાવવી, શાકભાજીની લારી લઈને કેમ્પસમાં આવવું જેવા કાર્યક્રમો આપ્યા છે.તો એબીવીપી દ્વારા વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે તેને બદલવાની પણ માગ કરવામાં આવી રહી છે.