શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 જુલાઈ 2020 (15:40 IST)

સોમનાથ મંદિરમાં હાર્દિક પટેલ સાથે કોંગી કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડાવ્યા

સોમનાથ મંદિરમાં આજે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતા. હાર્દિક પટેલનો આજે જન્મદિવસ હોવાથી હાર્દિક પટેલ કોંગી કાર્યકરો સાથે સોમનાથ મંદિર પહોંચ્યો હતો. પરંતુ સોમનાથ મંદિરમાં હાર્દિક પટેલને જોઈને સોમનાથ મંદિરના સિક્યુરિટી પણ બેબાકળી બની હતી. હાર્દિક પટેલ સાથે કોંગી કાર્યકરો મોબાઈલ અને કેમેરા સાથે મંદિર પરિસરમાં ઘૂસ્યા હતા. શું નિયમો માત્ર આમજનતા માટે જ છે?  તેવો સવાલ લોકોમાં ઉઠ્યો હતો.હાર્દિક પટેલે સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધ્વજાપૂજન કર્યું હતું. હાર્દિક પટેલનો આજે જન્મદિવસ હોવાથી તે સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચ્યો છે. પૂજન અને દર્શન બાદ કોંગ્રેસના કાર્યકરો સાથે સોમનાથમાં બેઠક યોજી હતી. સોમનાથ બાદ હાર્દિક પટેલ દ્વારકા જશે અને દ્વારકાધીશના દર્શન કરશે. દ્વારકામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો અને પત્રકારો સાથે જામનગર બાયપાસ રોડ પર આવેલા સંસ્કાર રિસોર્ટમાં ચર્ચા કરશે.