શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (17:47 IST)

Breaking News - સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર - જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ સહિતની 15 માગણીઓ સ્વીકારી

breaking news
ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા. આવતીકાલે 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરી જવાના હતા જે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનની આગ ઠારી દીધી છે.  મામને 7માં પગાર પંચનો લાભ મળશે. મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ કરવામાં આવી છે.
 
-  કેન્દ્રના ધોરણે ઠરાવની તારીખથી તમામ લાભો આપવા. રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી. મૂળ નિમણૂંક તારીખથી તમામ લાભો માટે તા.૧/૪/૨૦૧૯થી સળંગ નોકરીનો લાભ આપવો.
- ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાંકિય સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ સહાય ૮ લાખ છે જેમાં વધારો કરી ૧૪ લાખ આપવાનું નક્કી કરેલ છે. 
- જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માંગણી હતી
- 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
- કર્મચારીના મોતના કેસમાં પરિવારને પેન્શનનો લાભ મળશે
- 2005 પછીના કર્મચારીઓ માટે અમારી માંગણી યથાવત રહેશે
-  સાતમા પગાર પંચના તમામ લાભ આપવાનો નિર્ણય લેવાયો
- ઉચ્ચતર પગારની માંગ સ્વીકારાઈ
- મેડિકલ ભથ્થુ 300ને બદલે 1000 રૂપિયા અપાશે
- સરકારી કર્મીઑની પરીક્ષાને લઈ નિર્ણય
-  ખાતાકીય પરીક્ષામાંથી અંગ્રેજી વિષય દૂર કરાશે
-  CCCની મુદ્દતમાં વધારો કરાયો ડિસેમ્બર 2024 સુધી CCC પરીક્ષા પાસ કરવાની રહેશે
- જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે
- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું નિવેદન