બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (15:52 IST)

સુરતમાં મોટી દુર્ઘટના - 14મા માળેથી નીચે પટકાતા બે કામદારોના મોત

સુરતમાં લિફ્ટના કામ દરમિયાન બે લોકોના મોતની ઘટના સામે આવી છે. પાંડેસરામાં લિફ્ટના કામ દરમિયાન 14મા માળેથી નીચે પટકાતા બે કામદારોના  મોત નીપજ્યા છે.
 
અમદાવાદ લિફ્ટનો સ્લેબ તૂટતા થયેલ 7 મજૂરોના કરૂણ મોતને બાદ આજે સુરતમાં આવી એક ઘટના સામે આવી છે. સુરતમાં બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા બે શ્રમિકોના કરુણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર સુરતના બામરોલી વિસ્તારની તુરૂપતિ પ્લેટિનિયમ કોમ્પલેક્સમાં આ ઘટના બની છે. આ બિલ્ડિંગના 14મા માળેથી નીચે પટકાતા બે કારીગરોના મોત થયા છે.
 
આ દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોઇ શકાય છે કે, લિફ્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે, લિફ્ટ ફિટિંગ કરવાના કામ દરમિયાન આ દુર્ઘટના ઘટી હોય શકે છે.