બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 31 ડિસેમ્બર 2022 (11:59 IST)

વહેલી સવારે નવસારી નજીક કાર-બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 9 લોકોના મોત, જાણો મૃતકોના નામ

navsari accident
ગુજરાતના નવસારી નજીક આજે વહેલી સવારે એક ફોરચ્યુનર કાર અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુક્ડો બોલી ગયો હતો. કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. આ લોકો ભરુચની ખાનગી કંપનીમાં નોકરીમાં કામ કરતા હતા. આ અકસ્માત અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ સંવેદના વ્યક્ત કરતી ટ્વિટ કરી હતી. બસમાં સવાર મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. નવસારી નજીક પરથાણ પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના નામની યાદી જાહેર થઈ હતી. સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ આજે વહેલી સવારે નવસારીના વેસ્મા ગામ નેશનલ હાઈવે નંબર 48 પર એક ફોરચ્યુનર કારના ચાલકને જોકુ આવી જતા અકસ્માતની ઘટના બની હતી. આ ઘટના એટલી ભયાનક હતી કે 7 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. ફોરચ્યુનર કાર બેકાબુ બની ગઈ હતી અને સીધી જ એક લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારનો કુરચો થઈ ગયો હતો. અકસ્માતની વધુ વિગત મુજબ આ ફોરચ્યુનર કાર વલસાડથી ભરુચ જતી હતી અને તેના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અમદાવાદથી ભરુચ તરફ જતી ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનાની જાણ જિલ્લા તંત્ર તેમજ પોલીસ તંત્રએ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલાકિક કાર્યવાહી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

 
મૃતકોના પૂરા નામ
1. નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ - ફોર્ચ્યુનરનો ડ્રાઈવર
2. જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ
3. જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ
4. ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ
5. જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ
6. મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ
7. નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત
8. પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ
9. ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ