બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (15:07 IST)

વડોદરાના દરજીપુરા પાસે ગમખ્વાર અકસ્માત, 9 લોકોનાં મોત

9 people died
વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 9 લોકોનાં દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેથી સામે રોંગ સાઇડથી આવી રહેલા 14 મુસાફર સવાર છકડાને અડફેટે લીધો હતો, જેમાં એમાં સવાર બે બાળકો અને 1 મહિલા કુલ 9 લોકોનાં મોત થયાં છે. 4 ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ગોઝારી ઘટનાને પગલે એરફોર્સ, પોલીસ અને ફાયરબ્રિગેડ સહિત સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. કન્ટેનર એરફોર્સની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયું હતું.કન્ટેનર અને છકડા વચ્ચે અકસ્માત થતાં નેશનલ હાઇવે નં-48 પર ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પગલે વાહનચાલકો અટવાઇ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિકને પૂર્વવત્ કર્યો હતો.