રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (14:56 IST)

અમદાવાદ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બંધ ટ્રકની પાછળ મીની ટ્રક ઘૂસી જતાં 10 લોકોના મોત

ahmedabad accident news
ahmedabad accident news
Ahmedabad-Bhagodara Accident -  ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બેફામ ગતિએ ચાલતાં વાહનો દ્વારા વધુ પ્રમાણમાં અકસ્માત થઈ રહ્યાં છે. ત્યારે આજે અમદાવાદ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બંધ ટ્રકની પાછળ મિની ટ્રક ઘુસી જતાં અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં 5 મહિલા, ત્રણ બાળકો અને બે પુરુષોના મોત નિપજ્યા છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. 
 
ઈજાગ્રસ્તોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયા
અમદાવાદ બગોદરા હાઈવે પર પંચર પડેલી હાલતમાં એક ટ્રક ઉભી હતી. ત્યારે પુરપાટ ઝડપે આવતી મિની ટ્રક આ ટ્રકમાં ઘુસી ગઈ હતી. જેમાં 10 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે. 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતમાં મોતને ભેટનારા કપડવંજના સુધાગામના રહેવાસી હોવાની પ્રથામિક જાણકારી મળી રહી છે.