1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 મે 2021 (15:47 IST)

કોરોનાના શરૂઆતના ૭ દિવસ સુધી સ્ટિરોઇડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ: ડો.મહર્ષિ દેસાઈ

ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ, એપોલો હોસ્પિટલ

સ્ટિરોઇડનો ઉપયોગ
કોરોનાના દર્દીઓની સારવારને લઇને અનેક ઊભી થઇ રહેલી ગેરસમજ અંગે વાત કરતા ડો.મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓએ શરૂઆતના ૫-૭ દિવસમાં કોઈ વધારાના રિપોર્ટ કે પછી સીટી સ્કેન કરવાની પણ જરૂર હોતી નથી. માત્ર ઘરે આઇસોલેટ થઇને પણ ઝડપથી રિક્વરી મેળવી શકે છે.
 
કોરોનાના સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓએ શરૂઆતના ૫-૭ દિવસ દરમ્યાન ખૂબ જ આરામ કરવો જોઇએ, ખુબ માત્રામાં પ્રવાહી લેવું જોઇએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
 
સ્ટિરોઇડ દવાનો ઉપયોગ અંગે તેમણે વધુમાં જણાવ્યું  કે, કોરોના પોઝિટિવ આવનારા દર્દીઓએ શરૂઆતના ૫-૭ દિવસ સુધી સ્ટિરોઇડ દવાનો ઉપયોગ ટાળવો જોઈએ. ૭ દિવસ બાદ ડોક્ટરની સલાહ મુજબ જ સ્ટિરોઇડનો ઉપયોગ કરવો જોઈએ.
 
આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  શરૂઆતના સમયગાળામાં સ્ટિરોઇડનો ઉપયોગ કરવાથી તે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પર અસર કરે છે. એટલું જ નહીં શરૂઆતના સમયગાળામાં સ્ટિરોઇડનો ઉપયોગ કરવાથી વાયરસનું ઇન્ફેક્શન પણ વધી જાય છે. જેથી શરૂઆતના ૭ દિવસ સુધી સ્ટિરોઇડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ સ્ટિરોઇડનો ઉપયોગ કરવો જોઈએ.
 
ડો.મહર્ષિ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક દર્દીની મેડિકલ ટ્રીટમેન્ટ અલગ - અલગ હોય છે. એટલું જ નહિ દરેક દવા પ્રત્યેનું દરેક વ્યક્તિનું રિએક્શન અલગ હોય છે. જેથી દર્દીએ અન્ય દર્દીને જોઈને તેની ટ્રીટમેન્ટ ફોલો પણ ન કરવી જોઈએ.