બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (12:42 IST)

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર, કોરોના ટેસ્ટ વિના જ આરોપીને કોર્ટમાં રજૂ કરી શકાશે

corona india
કોરોના મહામારી દરમિયાન પોલીસ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવતી હતી. તે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા પહેલા તેઓનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો હતો. આ મામલે પરિપત્રો કરી આજ દિન સુધી જ્યારે પણ કોર્ટમાં કોઈપણ આરોપીને રજૂ કરવામાં આવતો હતો ત્યારે કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા પરંતુ, હવે કોરોના મહામારી ન હોવાથી તમામ પરિપત્રોને રદ કરી કોરોના ટેસ્ટ વગર જ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ મામલે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર કરી ગુજરાત પોલીસ અને તમામ આરોગ્ય અધિકારીઓને જાણ કરવામાં આવી છે.વર્ષ 2020માં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન જે પણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી હતી, તે આરોપી તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. જે મામલે રાજ્ય સરકાર દ્વારા પરિપત્રો કરી પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી, દરેક આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતો હતો. કોરોનાના કેસો ઘટી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી આરોપીઓના કોરોના ટેસ્ટ કરીને જ કોર્ટમાં રજૂ કરવામાં આવતા હતા. જોકે, હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના મહામારી ન હોવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી આરોગ્ય વિભાગ મારા પરિપત્ર કરી અને જાણ કરાવી છે કે, કોઈપણ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા પહેલા હવે કોરોના ટેસ્ટ કરવો ફરજિયાત નથી. જમા કરવામાં આવેલા તમામ પરિપત્રોને રદ કરવામાં આવે છે.