બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 એપ્રિલ 2023 (08:38 IST)

કોરોનાનો વધતો જતો આતંક કોરોનાના નવા 397 કેસ નોંધાયા, 2 દર્દીનાં મોત

corona india
રાજ્યના ગઈકાલે કોરોનાના નવા 397 કેસ નોંધાયા હતા.રાજયમાં કોરોનાના 1992 એકિટવ કેસ પૈકી ચાર દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. 
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  કોરોનાના સૌથી વધુ 139 કેસ નોંધાયા હતા. અમદાવાદ અને મહેસાણામાં એક-એક સંક્રમિત દર્દીના મોત થયા હતા. 
 
મહેસાણામાં 46 કેસ નોંધાવાની સાથે એક દર્દીનું મોત થવા પામ્યુ હતુ.વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 38 કેસ નોંધાયા હતા.સુરત કોર્પોરેશન વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 41 કેસ નોંધાયા હતા.વલસાડમાં 20 કેસ જયારે મોરબીમાં 16 કેસ કોરોનાના નોંધાયા હતા.સાબરકાંઠામાં કોરોનાના 16 કેસ નોંધાયા હતા.રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 13 કેસ નોંધાયા હતા