રાજકોટમાં લાયસન્સ કે મંજૂરી વિના ફટાકડા વેચતા 12 ધંધાર્થીઓ વિરૂદ્ધ કરાઇ કાર્યવાહી
દિવાળીને તહેવારોને લઈ ઠેર-ઠેર ફટાકડાના સ્ટોલ જોવા મળી રહ્યા છે. આ તરફ લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેચતા લોકો સામે મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં દિવાળીને લઈ અનેક જગ્યાએ ફટાકડાના સ્ટોલની તપાસમાં 12 જેટલા ધંધાર્થીઓ કોઈપણ પ્રકારના લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેંચતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ ફાયર વિભાગ દવા તમામ સામે ફરિયાદ કરવામાં આવી છે.
રાજકોટમાં દિવાળીના ગણતરીના દિવસો પહેલા ફટાકડા ખરીદવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ દરમિયાન રાજકોટનું ફાયર વિભાગ પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ફરજના ભાગરૂપે કવાયતમાં લાગ્યું છે. રાજકોટ ફાયર વિભાગ દ્વારા શહેરમાં લાયસન્સ કે જરૂરી મંજૂરી વગર ફટડકા વેંચતા 12 ધંધાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આજથી ફાયર સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક ચાર દિવસ ખડેપગે રહેશે. રાજકોટમાં લાયસન્સ કે મંજૂરી વગર ફટડકા વેચતા સામે ફરિયાદ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે રાત્રિના 8 પહેલા અને 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર સામે પણ કાર્યવાહી થશે. મહત્વનું છે કે, ફાયર વિભાગે ફટાકડાના લાયસન્સ માટેની 300 થી વધુ અરજીઓ મંજૂર કરી છે. આ સાથે 5 સ્થળે હંગામી ફાયર ચોકીઓ ઊભી કરવામાં આવી છે.