ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જાન્યુઆરી 2022 (10:02 IST)

ચાર દિવસમાં જિલ્લામાં તરુણ રસીકરણ ૮૨.૫ ટકા પૂર્ણ, આટલા બાળકોને મળ્યું સુરક્ષા કવચ

વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં તરુણો ને કોરોના સામે રસીનુ સુરક્ષા ચક્ર પ્રદાન કરવાની કામગીરી જોશભેર ચાલી રહી છે.આરોગ્ય અને શિક્ષણ તંત્ર દ્વારા થઈ રહેલી આ કામગીરીને લોક સહયોગ મળતાં કામગીરીની અસરકારકતા વધી છે.
 
વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસી લેવાને પાત્ર ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના તરુણો ની સંખ્યા ૬૮૫૦૨ અંદાજવા માં આવી છે તેની સામે પહેલા ચાર દિવસમાં ૫૬૪૮૯ તરુણો ને રસી રક્ષિત કરવામાં આવ્યાં છે તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે ચાર દિવસમાં લક્ષ્યાંક ની સામે ૮૨.૫ ટકા રસીકરણ પૂરું થયું છે.જિલ્લાના તાલુકાઓ પૈકી શિનોરમાં ૮૯.૭,ડભોઇમાં ૯૬.૩  અને પાદરામાં સૌ થી વધુ ૯૭.૧ ટકા તરુણ રસીકરણ પૂરું થયું છે.
 
ડેસર અને કરજણ તાલુકાઓમાં ૬૦ ટકા થી વધુ જ્યારે સાવલી,વાઘોડિયા તાલુકાઓમાં ૭૫ ટકાથી વધુ અને વડોદરા તાલુકામાં ૮૩  ટકા થી વધુ રસીકરણ થઈ ચૂક્યું છે. 
 
તાલુકાવાર જોઈએ તો આજે ડભોઇ તાલુકામાં ૧૨૦૫,ડેસરમાં ૩૮૭,કરજણમાં ૧૧૭૨, પાદરામાં ૧૬૧૨,સાવલીમાં ૧૧૩૧,શિનોરમાં ૩૫૯,વડોદરા તાલુકામાં ૩૦૭૫ અને વાઘોડિયા તાલુકામાં ૧૧૨૦ તરુણો ને કોવેક્સિન નો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.